
ક્રિશ 3ના (Krrish 3) 12 વર્ષ પછી ફિલ્મના ચોથા ભાગની સત્તાવાર જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. હૃતિક રોશન સ્ટારર ક્રિશ 4 (Krrish 4) આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, હૃતિક ક્રિશ 4 સાથે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે.
પ્રિયંકા ચોપરા ફીમેલ લીડમાં જોવા મળશે
અભિનેતાએ તેના પિતા રાકેશ રોશનના વારસાને આગળ વધારતા દિગ્દર્શનનો કાર્યભાર સંભાળ્યો. આ પછી સમાચાર આવ્યા કે આ ફિલ્મમાં ઘણા જૂના પાત્રો પરત આવી શકે છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળશે.
મીડિયા અહેવાલો અનુસાર, હૃતિક અને આદિત્યએ પ્રિયંકાને ક્રિશ 4 (Krrish 4)માં મુખ્ય ભૂમિકા માટે કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે. અભિનેત્રી સુપરહીરો ફિલ્મમાં પ્રિયંકાનું પાત્ર ભજવવા માટે પરત ફરશે.
બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ છે
અહેવાલ મુજબ, "હૃતિક અને પ્રિયંકા એક શાનદાર જોડી છે. ફિલ્મ 'ક્રિશ' (Krrish ) ના બાકીના બે ભાગમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરાની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સફર 'કોઈ મિલ ગયા, ક્રિશ' અને 'ક્રિશ'ના પાત્રોની આસપાસ જોવા મળશે. આવી સ્થિતિમાં 'ક્રિશ 4'માં (Krrish 4)પ્રિયંકા ચોપરાની વાપસી નિશ્ચિત છે અને તે તેમાં પ્રિયાના રોલમાં જોવા મળશે.
શું હૃતિક પ્રિયંકાને મળ્યો હતો?
યસરાજ ફિલ્મ્સમાં પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી બાજુ હૃતિક દેખીતી રીતે લેખકો સાથે નજીકથી કામ કરી રહ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "કેટલાક પ્રોજેક્ટ એવા છે જે VFX ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ Krish 4 એક એવી ફિલ્મ છે જેમાં VFX વાર્તા સાથે શરૂ થાય છે, જે જાદુઈ છે. જાણવા મળ્યું છે કે હૃતિક હાલમાં અમેરિકામાં છે અને તે નિક અને પ્રિયંકાને પણ મળ્યો છે."