
શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલ એક સામાન્ય વસ્તુ તમારી ત્વચા માટે જાદુ કરી શકે છે? અમે બરફ વિશે વાત કરી રહ્યા છીએ! હા, ફક્ત 2 મિનિટ આઇસ મસાજ તમારા ચહેરા પર એવો ગ્લો લાવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સૌથી સારી વાત એ છે કે તમે પહેલા ઉપયોગથી જ તેના પરિણામો જોવાનું શરૂ કરી દેશો.
આઇસ મસાજ એ ફક્ત એક ટ્રેન્ડ નથી, પરંતુ ત્વચા માટે ઘણા ફાયદાઓથી ભરેલી એક જૂની તકનીક છે. તમને જણાવી દઈએ કે, જ્યારે તમે તમારા ચહેરા પર બરફ ઘસો છો, ત્યારે તે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે, જે તમારી ત્વચાને ઓક્સિજન પ્રદાન કરે છે. તેની સીધી અસર તમારા સ્કિન કોમ્પલેકશન પર જોવા મળે છે અને આ ઉપરાંત, ઓપન પોર્સને લગતી સમસ્યાઓ પણ ઓછી થવા લાગે છે.
આઇસ મસાજના ફાયદા શું છે?
સોજો ઓછો કરે છે: જો સવારે ઉઠીને તમારા ચહેરા અને આંખો પાસે સોજો દેખાય છે, તો બરફનો ટુકડો ઘસવાથી તાત્કાલિક રાહત મળશે.
પિમ્પલ્સથી છુટકારો અપાવે છે: બરફ પિમ્પલ્સની લાલાશ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે તે ઝડપથી સુકાઈ જાય છે.
ઓપન પોર્સને ટાઈટ કરે છે: તે તમારી ત્વચાના મોટા ઓપન પોર્સને ટાઈટ કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા સ્મૂધ દેખાય છે.
કરચલીઓ અટકાવે છે: નિયમિત ઉપયોગથી, તે ફાઈન લાઈન્સ અને કરચલીઓના નિર્માણને રોકવામાં મદદ કરી શકે છે.
મેકઅપ કરતા પહેલા: મેકઅપ કરતા પહેલા બરફ ઘસવાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે અને ત્વચાને કુદરતી ચમક મળે છે.
આઇસ મસાજ કેવી રીતે કરવું?
- સૌથી પહેલા કોટનનું સ્વચ્છ કાપડ અથવા નરમ ટુવાલ લો. એક કે બે બરફના ટુકડા લો.
- બરફના ટુકડાને કપડામાં લપેટી લો. બરફ સીધો ત્વચા પર ન લગાવો, ખાસ કરીને જો તમારી ત્વચા સેન્સેટીવ હોય.
- કપડાથી લપેટેલા બરફને તમારા ચહેરા પર સર્ક્યુલર મોશનમાં હળવેથી ઘસો. કપાળ, ગાલ અને આંખોની નીચે મસાજ કરો.
- આ ફક્ત 1થી 2 મિનિટ માટે કરો.
- તમે જોશો કે તમારી ત્વચા તરત જ ફ્રેશ અને ગ્લોઈંગ લાગશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.