આયુર્વેદ અનુસાર નાભિમાં તેલ લગાવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે ઘણીવાર વૃદ્ધોને ઘરમાં નાભિ પર તેલ લગાવતા જોયા હશે. બોડી ઓઈલીંગ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વાસ્તવમાં નાભિ એ શરીરનું એક ખૂબ જ વિશિષ્ટ અંગ છે. જે અનેક નસો સાથે જોડાયેલ હોય છે. જ્યારે તમે તેના પર વિવિધ પ્રકારના તેલ લગાવો છો, તો તે શરીરના તે ભાગોને સાજા કરવામાં મદદ કરે છે.

