કોલેસ્ટ્રોલ એક એવી સમસ્યા છે જે વ્યક્તિમાં વધારો થાય તો તેને અનેક ગંભીર રોગોનો ભોગ બનાવી શકે છે. તે શરીરના દરેક કોષમાં જોવા મળતી ચરબીનો એક પ્રકાર છે. તે હોર્મોન્સ, વિટામિન ડી અને પાચનમાં મદદ કરતા પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી છે. આમ તો શરીર તેને પોતાની જાતે ઉત્પન્ન કરે છે, પરંતુ તે ખોરાકમાંથી પણ મળે છે. બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક ખરાબ અને બીજું સારું. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં એકઠા થઈને પ્લેક બનાવી શકે છે, જે હૃદય રોગનું જોખમ વધારે છે. બીજી તરફ સારું કોલેસ્ટ્રોલ ધમનીઓમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે, ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો દેખાય છે. અહીં જાણો શકો છો આ શરૂઆતના લક્ષણો...

