આજના યુગમાં લોકોનું જીવન તણાવથી ભરેલું બની ગયું છે. સવારે ઉઠ્યા પછી ઓફિસે જવાની અને સાંજે ઘરે પહોંચવાની ધમાલને કારણે લોકોના જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ રહી છે. તણાવ અને ખુશી એ આપણા જીવનનો એક ભાગ છે, પરંતુ જ્યારે તણાવ લાંબા સમય સુધી રહે છે, ત્યારે તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે. વધુ પડતો તણાવ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ સહિત અનેક રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં લોકો તણાવને નિયંત્રિત કરવાનું શીખે તે જરૂરી છે, જેથી જીવન સુખી થઈ શકે.

