મૂળાને ખૂબ જ ફાયદાકારક શાક માનવામાં આવે છે, પરંતુ માત્ર આ શાક જ નહીં પરંતુ તેના પાંદડા પણ અદ્દભૂત છે. મૂળાના પાનમાંથી બનાવેલ લીલોતરી ખાવામાં આવે છે. ઘણા લોકો આ પાંદડામાંથી પકોડા સહિતની ઘણી વાનગીઓ બનાવે છે. મૂળાના પાન અનેક વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ પાંદડા ખાવાથી પેટની તંદુરસ્તી સુધરે છે અને હૃદયની તંદુરસ્તી વધે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પાંદડા કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે, જેના કારણે આ પાંદડા હાડકાની ઘનતા વધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ પાંદડાઓના ફાયદા તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

