બાજરી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સની હાજરીને કારણે તમે તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરીને ઘણા સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમે બાજરી સાથે નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધી અનેક પ્રકારની રેસિપી બનાવી શકો છો. આ સરળતાથ પચી જાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. જેના કારણે વજન વધવાનું ટેન્શન રહેતું નથી. આજે આપણે બાજરીની કઢીની રેસીપી જણાવશું, જે બપોરના ભોજન માટે એક હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ છે.

