આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણના મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે અને આજે દરેક જગ્યાએ સંપૂર્ણ ભક્તિમય વાતાવરણ હોય છે. આજે અમે તમને શ્રી કૃષ્ણને મંદિર વિશે જણાવીશું જ્યાં તેમને જન્માષ્ટમી પર 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો ચોખાના દાણા પર શ્રી કૃષ્ણના દર્શન કરે છે.

