સંબંધને યોગ્ય રીતે ચલાવવા માટે ક્પલ્સ વચ્ચે સમજણ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, જો પાર્ટનર વચ્ચે કોઈ સમજણ નથી, તો પછી કોઈને કોઈ મુદ્દાને કારણે, તેમની વચ્ચે દલીલો ચાલુ રહેશે. જેના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. ઘણા ક્પલ્સની આદતો એકબીજાથી સાવ વિરુદ્ધ હોય છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ બચત કરવામાં માને છે જ્યારે બીજી વ્યક્તિ ખર્ચાળ સ્વભાવ ધરાવે છે.

