Surat news: સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સમાજને કલંક લગાડે તેવી ઘટના બન્યા બાદ તંત્ર પણ આકરાં પાણીએ આવ્યું છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શિક્ષિકાનો બાથરૂમમાં ન્હાતો હોવાનો મોબાઈલમાં વીડિયો બનાવી આરોપીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ આરોપી સોહેલ ફારુક અન્સારીએ આ વીડિયો શિક્ષિકાના પરિવારને પણ મોકલ્યો હતો. આરોપી સોહેલ ફારુક અન્સારીએ શિક્ષિકાને લગ્નના સપના બતાવી બિભત્સ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી શિક્ષિકાના પરિવારે પોલીસ સ્ટેશનમાં આરોપી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જો કે, સુરત પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી દબોચી લઈને સુરત લાવી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

