જો તમે વિદેશ પ્રવાસ પર છો અને તમારો પાસપોર્ટ ખોવાઈ જાય, તો સમજો કે તમે મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા છો. પાસપોર્ટ એ વિદેશમાં તમારી વાસ્તવિક ઓળખ છે, ફક્ત તે જ કહી શકે છે કે તમે ભારતીય નાગરિક છો. હવે જો તમારી સાથે આવું થાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ યોગ્ય પગલાં લેવા જરૂરી છે. ચાલો તમને 6 મુદ્દાઓમાં જણાવીએ કે આવા સમયે શું કરવું યોગ્ય રહેશે.

