
IPL 2025માં આજે વિકએન્ડનો પહેલો ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે બપોરની મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ બપોરે 3:00 વાગ્યે થશે. આ પછી સાંજની મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 7:00 વાગ્યે થશે.
ચારેય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો લખનૌ માટે આ સિઝન અત્યાર સુધી ઉતાર-ચઢાવવળી રહી છે. લખનૌએ 5 મેચ રમી છે જેમાંથી 3માં જીત અને 2માં હાર મળી છે. જ્યારે ગુજરાતનું પરફોર્મન્સ આ સિઝનમાં ઘણું સારું રહ્યું છે. ગુજરાતે 5 મેચમાંથી 4માં જીત મેળવી છે અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.
બીજી તરફ પંજાબ કિંગ્સનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. પંજાબે 4 મેચમાંથી 3માં જીત મેળવી છે, જ્યારે 1માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. હૈદરાબાદે આ સિઝનમાં પોતાની પહેલી મેચ જીતી હતી, આ પછી ટીમ સતત 4 મેચ હારી છે. આ ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં 10 નંબર પર છે. હવે જોવાનું એ રહેશે કે હૈદરાબાદની ટીમે આજે જીતના ટ્રેક પર પરત ફરી શકશે કે નહીં.
ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
LSG: મિચેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન), આયુષ બદોની, ડેવિડ મિલર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, આકાશ દીપ, આવેશ ખાન, દિગ્વેશ સિંહ રાઠી.
GT: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, શેરફેન રધરફોર્ડ, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.
SRH: પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, સિમરજીત સિંહ, મોહમ્મદ શમી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ.
PBKS: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, માર્કસ સ્ટોઈનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કો યાન્સન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બ્રાર.