Home / Sports / Hindi : clash between Digvesh Rathi and Abhishek Sharma in live match

VIDEO / IPLમાં હાઈ વોલ્ટેજ ડ્રામા! લાઈવ મેચમાં દિગ્વેશ રાઠી અને અભિષેક વચ્ચે થઈ બબાલ

IPL 2025માં ગઈકાલે (19 મે) સનરાઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં LSGની ટીમે પ્રથમ બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા. આ પછી, અભિષેકે SRH માટે સારી શરૂઆત કરી હતી. પરંતુ મેચ દરમિયાન તેના આઉટ થયા પછી તેની અને દિગ્વેશ રાઠી વચ્ચે બબાલ થઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિગ્વેશ અને અભિષેક વચ્ચે બબાલ

LSGની ટીમ માટે દિગ્વેશ રાઠીએ ઈનિંગની 8મી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર તેણે અભિષેક શર્માને પવેલિયન મોકલી દીધો. અભિષેક મેચમાં સારી બેટિંગ કરી રહ્યો હતો. લખનૌ માટે આ એક મોટી સફળતા હતી. વિકેટ લીધા પછી દિગ્વેશે પોતાનું સિગ્નેચર સેલિબ્રેશન (નોટબુક સેલિબ્રેશન) કર્યું. આ પછી તેણે અભિષેકને કંઈક ઈશારો પણ કર્યો. પછી અભિષેક ગુસ્સામાં તેની પાસે આવ્યો અને બોલવા લાગ્યો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે દલીલ થઈ. ત્યાં સુધીમાં બીજા ખેલાડીઓ પણ આવી ગયા અને કેપ્ટન રિષભ પંતે દરમિયાનગીરી કરી. અમ્પાયર પણ અભિષેકને ત્યાંથી જવા કહી રહ્યા હતા. આ પછી અભિષેક પવેલિયન પાછો ફર્યો.

અભિષેક શર્માએ 59 રનની ઇનિંગ રમી

SRH તરફથી અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 20 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. વર્તમાન સિઝનમાં તેણે SRH માટે કુલ 373 રન બનાવ્યા છે.

માર્શ અને માર્કરામે અડધી સદી ફટકારી

LSG માટે બંને ઓપનરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મિચેલ માર્શ અને એડન માર્કરામે પ્રથમ વિકેટ માટે 115 રનની પાર્ટનરશિપ કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો. માર્શે 65 રન બનાવ્યા હતા. જ્યારે માર્કરામે 61 રનનું યોગદાન આપ્યું હતું. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓના કારણે LSGની ટીમે 20 ઓવર પછી 205 રન બનાવ્યા. SRH એ 206 રનનો ટાર્ગેટ 10 બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો.

Related News

Icon