એક સંત ગામે ગામ ફરતા. મંદિરમાં કે ધર્મશાળામાં નિવાસ કરતા. ભીક્ષામાં જે મળે તે પ્રેમથી આરોગતા અને તેનું ઋણ ચૂકવવા સત્સંગ કરતા. લોકોને ધર્મની, આધ્યાત્મની વાતો કરતા. જીવન જીવવાની રીત શીખવતા. લોકોને કોઈ પ્રશ્નો હોય તો તેનું સમાધાન સરળભાષામાં સમજાવતાં હતા તેથી તેમની ખ્યાતી આજુ-બાજુનાં ગામો સુધી પહોંચી જતી. તેથી જે ગામમાં જાય ત્યાં તેમને સાંભળવા લોકો ઉત્સુક રહેતા હતા.

