આખા જગતની સંભાળ લેવાનું કામ માતા દ્વારા જ સંભાળ્યું છે પ્રાચીન સાહિત્યનાં 'માતૃદેવો ભવ' (માતાને દેવ સમાન જાણ) ન માતુઃ પરદૈવતમ' (માતાથી મોટો બીજો કોઈ દેવ નથી.) જેવા વાક્યો માતાનું નિરતિશય પણે ગૌરવ કરે છે. ઇશ્વરનું સર્વોત્તમ 'સર્જન'માઁ છે. આચાર્ય વિનોબા ભાવે એ તો માતામાં જ પરમેશ્વરનાં દર્શન કરવા હોય તો સૌ પહેલા કરૂણામૂર્તિ માતામાં કરો. જેને માતામાં જીવંત પરમેશ્વર નહી દેખાય તેને બીજે ક્યાંથી દેખાવાનો હતો ? મા વિનાના બાળકની જીવનની કરૂણતાનો કોઈ પાર નથી. કહેવત છે કે જો તમે માની સેવા કરો તો તમારે મંદિરમાં જવાની જરૂર જ નથી. જગતના તમામ મહાપુરુષોના ઘડતર પાછળ મોટે ભાગે તેમની માતાઓએ ઘણો મોટો ભોગ આપેલો છે. પ્રભુનાં પ્રેમનું જીવંત સ્વરૂપ માતા છે. એ પ્રેમ નિસ્વાર્થ છે. અગ્નિમાં તપીને શુધ્ધ થયેલા સોના જેવો છે. અને તેથી જગતમાં માતૃપ્રેમની જાત જુદી પડે છે એ બધા કરતા અલગ જ તરી આવે છે અનેક સંબંધોમાં ગૂચવાતો માનવી માના નિસ્વાર્થ પ્રેમમાં અપાર પ્રફૂલ્લતાનો અનુભવ કરે છે.

