ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળને 46 વર્ષ પૂર્ણ થતા રાજ્યની દરેક વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તાઓ સાથેનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંડવી ખાતે પણ માંડવી વિધાનસભાના કાર્યકર્તાઓના સંમેલનનું માંડવી નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી કુવરજી હળપતિ આ વિસ્તારનો પ્રતિનિધિત્વ કરે છે. જેમની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધતા અતિ ઉત્સાહમાં આવેલ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું કે, આદિવાસીઓના હિતમાં ભાજપ એક પણ નિર્ણય લેવાની નથી. અતિ ઉત્સાહમાં આવેલા મંત્રી કુંવરજી હળપતિ ભાજપ આદિવાસીઓ માટે કોઈ નિર્ણય ન લેવાનું નિવેદન કરતા હાસ્યાસ્પદ તો બન્યા પણ કાર્યક્રમમાં હાજર અન્ય આગેવાનો પણ બે ઘડી વિચારતા થઈ ગયાં હતાં.