મનોજ બાજપેયીની મોસ્ટ અવેટેડ સિરીઝ 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. પ્રાઈમ વીડિયોની આ લોકપ્રિય સિરીઝ નવી સિઝન સાથે પરત ફરવા જઈ રહી છે. તાજેતરમાં 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) નું પોસ્ટર રિલીઝ થયું છે અને હવે મેકર્સે આ સિરીઝનો પહેલો વીડિયો રિલીઝ કર્યો છે. 58 સેકન્ડનો વીડિયો જોઈને તમારું હૃદય ખુશ થઈ જશે. આ વીડિયો પરથી લાગી રહ્યું છે કે 'ધ ફેમિલી મેન 3' (The Family Man 3) પણ બાકીની સિઝનની જેમ ધમાકેદાર બનવાની છે.

