Home / Sports / Hindi : DC made this demand before match against MI

IPL 2025 / દિલ્હી કેપિટલ્સને લાગ્યો પ્લેઓફમાંથી બહાર થવાનો ડર, ફ્રેન્ચાઈઝીએ કરી આ માંગ

IPL 2025 / દિલ્હી કેપિટલ્સને લાગ્યો પ્લેઓફમાંથી બહાર થવાનો ડર, ફ્રેન્ચાઈઝીએ કરી આ માંગ

IPL 2025માં, આજે (21 મે) સાંજે 7:30 વાગ્યે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચ રમાશે. જો MI આ મેચ જીતી જશે તો તે પ્લેઓફમાં પ્રવેશ કરશે અને DC બહાર થઈ જશે. બીજી તરફ DC જીત સાથે પ્લેઓફ તરફ એક મજબૂત પગલું ભરવા માંગે છે, પરંતુ મેચ પર વરસાદનું વિઘ્ન પણ આવી શકે છે. આવી સ્થિતિમાં, જો વરસાદને કારણે મેચ રદ્દ થાય છે, તો DC પ્લેઓફની દોડમાંથી બહાર થઈ જશે, જેને ધ્યાનમાં રાખીને DC આ મેચ રદ્દ થાય તેવું બિલકુલ નહીં ઈચ્છે. આ અંગે DCના કો-ઓનર પાર્થ જિંદાલે હવે BCCIને પત્ર લખ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુંબઈની બહાર મેચ કરાવવાની માંગ કરી

ગઈકાલ રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો આજે પણ વરસાદ ચાલુ રહેશે તો મેચ રદ્દ કરવી પડી શકે છે. જેનું સીધું નુકસાન DCને સહન કરવું પડશે. એક રિપોર્ટ અનુસાર, ગઈકાલે DCના કો-ઓનર પાર્થ જિંદાલે BCCIને પત્ર લખીને કહ્યું હતું કે, "મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદને કારણે મેચ રદ્દ થવાની સંભાવના વધારે છે. જેમ સ્થિરતા અને લીગના હિતમાં RCB અને SRH વચ્ચેની મેચ બેંગલુરુમાંથી ખસેડવામાં આવી છે, તેવી જ રીતે હું વિનંતી કરું છું કે આવતીકાલની મેચ પણ અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવે કારણ કે અમે છેલ્લા 6 દિવસથી જાણીએ છીએ કે 21મી તારીખે મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે."

દિલ્હી કેપિટલ્સ પાસે હજુ 2 મેચ બાકી છે અને દિલ્હી માટે બંને મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હાલમાં, DC 13 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. દિલ્હીની છેલ્લી લીગ મેચ પંજાબ કિંગ્સ (PBKS) સામે છે.

RCB vs SRH મેચ પણ બદલાઈ ગઈ

RCB અને KKR વચ્ચેની મેચ પણ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. જેના કરને KKRને નુકસાન થયું હતું, જો મેચ રમાઈ હોત અને KKR જીતી ગઈ હોત, તો પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીવંત રહી રહી હોત પરંતુ 1 પોઈન્ટ સાથે, KKRની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ. હવે ગઈકાલે BCCI એ RCB અને SRHની મેચનું વેન્યુ બદલી નાખ્યું છે. આ મેચ 23 મેના રોજ યોજાવાની છે, પહેલાના શેડ્યૂલ મુજબ આ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવાની હતી, પરંતુ હવે આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે.

Related News

Icon