
Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વર્ષે ફિનાલે હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ભારતની નંદિની ગુપ્તાએ 108 દેશોના કન્ટેસ્ટન્ટ્સ સાથે મુકાબલો કરીને ટોપ-20માં પહોંચી હતી, પરંતુ તે ટોપ-8માં પોતાના સ્થાન બનાવી શકી ન હતી.
https://twitter.com/Sriniva07667694/status/1928854328904650983
મિસ વર્લ્ડ 2025 બની થાઇલેન્ડની ઓપલ સુચાતા
ફિનાલની શરૂઆત ટોપ-40 કન્ટેસ્ટન્ટ્સ દ્વારા કલ્ચરલ રેમ્પ વોકથી થઈ હતી. જેમાં ભારતની નંદિની ગુપ્તા શો-સ્ટોપર રહી હતી. 72 વર્ષના ઇતિહાસમાં ભારતે સૌથી વધુ મિસ વર્લ્ડ ખિતાબ જીત્યા છે. રીતા ફારિયા મિસ વર્લ્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. તેમના પછી, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, યુક્તા મુખી, ડાયના હેડન અને માનુષી છિલ્લર પણ મિસ વર્લ્ડ રહી ચૂક્યા છે.
આ 4 કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે થશે મિસ વર્લ્ડનો મુકાબલો
મિસ વર્લ્ડ ટોપ-4ની ઘોષણ કરી દેવામાં આવી છે. હવે આ મુકાબલો થાઈલેન્ડ, માર્ટીનિક, ઈથોપિયા અને પોલેન્ડ વચ્ચે થશે. જેમાં ટોપ-4માં થાઈલેન્ડથી ઓપલ સુચાતા, ઇથોપિયાથી હાસેટ ડેરેજે, માર્ટીનિકથી ઓરેલી જો અને પોલેન્ડથી માજા ક્લાજ્દા છે.
જ્યારે ભારતની નંદિની ગુપ્તાને ટોપ-8માં સ્થાન મળ્યું નથી. જોકે, નંદિનીએ ટોપ-20માં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેમની સાથે ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, તુર્કી, ઓસ્ટ્રેલિયા, લેબનોન, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ અને વિયેતનામના કન્ટેસ્ટન્ટ્સ પણ ટોપ-20માં છે.