અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું. ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ગરમાગરમ ચર્ચા બાદ યુરોપિયન નેતાઓએ ઝેલેંસ્કીને ટેકો આપ્યો છે.

