Pahalgam terrorist attack: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતીય કાર્યવાહીથી ડરી ગયું છે. પાકિસ્તાનને ભારત તરફથી બદલો લેવાનો ડર છે. આતંકવાદી હુમલા બાદ તરત જ પાકિસ્તાને તેની વાયુસેનાને એલર્ટ કરી દીધી હતી. પાકિસ્તાન વાયુસેનાના વિમાનોની અસામાન્ય પ્રવૃત્તિઓ મળી આવી હતી, જેમાં કથિત રીતે ભારતીય સરહદની નજીક ઉડતા AWACS વિમાનનો સમાવેશ થતો હતો. આ દરમિયાન, પાકિસ્તાને વધુ એક ઉશ્કેરણીજનક પગલું ભર્યું છે. પાકિસ્તાન હવે એક નવી મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ મિસાઇલની(Missile) રેન્જ 480 કિલોમીટર હોવાનું કહેવાય છે.

