Home / : Raincoats of tele-Bollywood beauties

Sahiyar : ટેલિ-બોલીવૂડની રમણીઓનાં વરસાદી કવચ

Sahiyar : ટેલિ-બોલીવૂડની રમણીઓનાં વરસાદી કવચ

- છત્રી, રેઇનકોટ, વોટરપ્રૂફ સેલ કવર, વોટરપ્રૂફ બેગ અને વોટર પ્રૂફ મેકઅપ કિટ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઝરમર વરસતો મેહુલિયો હોય કે ધારે ધારે વરસતો વરસાદ, ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને પ્રાકૃતિક 'શાવર' લેવાનું કોને  ન ગમે? પણ વરસાદમાં ભીંજવા માટેનો ચોક્કસ સમય હોય. ગમે ત્યારે કે પછી કામ પર જતી વખતે ભીંજાવાનું કેમ પોસાય? તેથી જ ઓફિસે જવા નીકળેલી માનુનીઓ વરસાદથી બચવાની પૂરી તૈયારી કરીને જ ચોમાસામાં ઘરથી બહાર નીકળતી હોય છે. પણ આપણી અદાકારાઓ ચોમાસામાં ઘરથી બહાર નીકળે ત્યારે કેવી તૈયારી કરે છે તે જાણવું રસપ્રદ થઇ પડશે.

ટચૂકડા પડદાની અભિનેત્રી રૂપા ગાંગુલી કહે છે કે મને રંગબેરંગી છત્રી બહુ ગમે. તેથી વર્ષાઋતુમાં હું ઘરથી બહાર નીકળું ત્યારે કલરફુલ છત્રી લેવાનું કયારેય નથી ભૂલતી. મેં આ વર્ષે મારા મોબાઇલ ફોન માટે વોટરપ્રૂફ કવર પણ ખરીદી લીધું છે. અત્યાર સુધી ચોમાસામાં મારા બે - ત્રણ સેલ ફોન ખરાબ થયા હોવાથી આ વર્ષે મેં વોટરપ્રૂફ કવર ખરીદી લીધું છે એમ જણાવતાં તે વધુમાં કહે છે કે આ મોસમમાં મસ્કરા,ગ્લોસ,કાજલ જેવા સૌંદર્ય પ્રસાધનો ધરાવતી નાની વોટરપ્રૂફ મેકઅપ કીટ પણ હું અવશ્ય સાથે લઇ લઉં છું. આ ઉપરાંત વરસાદમાં હું ભીંજાઇને સહેલાઇથી ખરાબ થઇ જાય એવા પગરખાં કયારેય નથી પહેરતી. અને મને લોંગ ડ્રાઇવ પર જવાની ઇચ્છા થાય તો મારા ફિઆન્સને પણ સાથે લઇ લઉં છું. 

હિના ખાનને તેના સેલ ફોનનું ભારે વળગણ છે. તેથી મોબાઇલ ફોન સહિત અન્ય કિંમતી વસ્તુઓ ભીંજાય નહીં એટલે તે વોટરપ્રુફ બેગનો ઉપયોગ કરે છે. અભિનેત્રી કહે છે કે મુંબઇના વરસાદનો કોઇ ભરોસો નહીં. કયારેક ઓચિંતા પાણી ભરાઇ જાય અને મારી ગાડી બગડી જાય તો મને ઘરે અથવા કામના સ્થળે ટેકસી દ્વારા પહોંચવા પૂરતાં પૈસા જોઇએ. આથી ચોમાસામાં હું પૂરતાં નાણાં લઇને જ ઘરથી બહાર નીકળું છું. મારુ માથું ઢાંકવા હું છત્રીનો ઉપયોગ કરું છું. પણ આ વર્ષે મેં ગુલાબી રંગનો ફેન્સી રેઇનકોટ પણ ખરીદ્યો છે.

મૃણાલીની શર્મા કહે છે કે ટ્રેન્ચ કોટ એકદમ ફેન્સી લાગે છે. વળી તેનાથી આપણે બિલકુલ ભીંજાતા નથી. મારી કિંમતી વસ્તુઓ મુકવા માટે હું વોટરપ્રૂફ બેગ લઉં છું. જો પગરખાં ભીંજાઇ જાય તો તે બદલવા જરૂરી હોય છે. તેથી એક જોડી વધારાના જૂતાં હાથવગાં રાખવા જરૂરી છે. ભારે વરસાદમાં ટ્રાફિક જામમાં ફસાઇ જવાય તો સમય પસાર કરવા માટે સંગીત જેવો સથવારો બીજો કયો હોઇ શકે. તેથી ચોમાસામાં હું મારી ગાડીમાં ભરપૂર પ્રમાણમાં સંગીત સાંભળવાની વ્યવસ્થા રાખુ છું. અને હા, આવી મોસમમાં તાવ ન આવી જાય તેની કાળજી લેવા હું અચૂકપણે ગરમ જેકેટ પણ સાથે રાખું છું. 

અભિનેત્રી શ્વેતા સાળવેને આજે પણ નાના બાળકોની જેમ વરસાદના પાણીમાં હોડી તરતી મુકવાનું બહુ ગમે છે. તે કહે છે કે આ મોસમમાં બહાર નીકળતી વખતે હું ઝાઝી પળોજણ નથી કરતી. હું એક છત્રી, લીપ બામ, નાનું નેપકીન, પરફ્યુમ અને હોડી બનાવવા માટે થોડાં કાગળ અચૂક લઇ લઉં છું.

મૌની રોય કહે છે કે ચોમાસામાં હું છત્રી લીધા વિના કયારેય ઘરથી બહાર પગ નથી મુકતી. આ ઉપરાંત એક નેપકીન, વોટરપ્રૂફ મેકઅપ કીટ, વોટરપ્રૂફ કવર લગાવેલું સેલ ફોન અને હેંડ સેનીટાઇઝર અચૂક લઇ લઉં છું.  

Related News

Icon