વિશ્વના ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન(Larry Ellison) હવે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે જ્યારે એમેઝોનના જેફ બેઝોસ ચોથા સ્થાને સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, બુધવારે એલિસનની કુલ સંપત્તિમાં $10.3 બિલિયનનો વધારો થયો. આ સાથે, તેમની કુલ સંપત્તિ $246 બિલિયન પર પહોંચી ગઈ અને તેઓ ધનિકોની યાદીમાં ત્રીજા સ્થાને આવ્યા. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં $54.2 બિલિયનનો વધારો થયો છે. બીજી તરફ, બેઝોસની કુલ સંપત્તિમાં $672 મિલિયનનો ઘટાડો થયો છે અને તેઓ $241 બિલિયન સાથે ચોથા સ્થાને આવી ગયા છે.

