Gold rate : સોનાના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. ગુરુવારે પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સોનામાં વધારો જોવા મળ્યો હતો. 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે MCX બંધ હોવાથી, આજે કોઈ ટ્રેડિંગ નથી. જોકે, છૂટક બજારમાં ભાવમાં વધારો ચાલુ છે. અહીં સોનું 97000 રૂપિયાને પાર કરી ગયું છે. અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવમાં થયેલા આ વધારાને કારણે ખરીદી મોંઘી થઈ ગઈ છે. તો ભારતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ શું છે, વિગતો જુઓ.

