Home / India : Reliance family saddened by plane crash tragedy

પ્લેન ક્રેશ દુર્ઘટનાથી રિલાયન્સ પરિવાર દુઃખી, મુકેશ અંબાણીએ કહ્યું - અમે દરેક શક્ય મદદ કરવા તૈયાર

પ્લેન ક્રેશ દુર્ઘટનાથી રિલાયન્સ પરિવાર દુઃખી, મુકેશ અંબાણીએ કહ્યું - અમે દરેક શક્ય મદદ કરવા તૈયાર

ગુરુવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ આઘાતજનક ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રિલાયન્સ પરિવારે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુકેશ અંબાણીએ કહ્યું- સમગ્ર રિલાયન્સ પરિવાર દુઃખી છે

દેશના ઉદ્યોગપતિ એક મુકેશ અંબાણીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર કહ્યું કે તેઓ અને નીતા અંબાણી સાથે જ સમગ્ર રિલાયન્સ પરિવાર આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. અમે આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે આ દુઃખની ઘડીમાં રિલાયન્સ રાહત કાર્ય સાથે ઉભી છે અને શક્ય તેટલી મદદ કરવા માટે પણ તૈયાર છે. ઉપરાંત તેમણે કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ અસહ્ય નુકસાનથી પ્રભાવિત તમામ લોકોને શક્તિ અને શાંતિ મળે.

Related News

Icon