
IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ આજે એટલે કે 29 મે 2025ના રોજ પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રમાશે. બંને ટીમો આ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવવા માંગશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મુલ્લાનપુરની બેટ્સમેન કે બોલર કોનો જાદુ ચાલશે.
પિચ રિપોર્ટ
મુલ્લાનપુરની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ રહી છે. અહીં બોલ બેટ પર સરળતાથી આવે છે, જેના કારણે મોટા શોટ મારવામાં સરળતા રહે છે. જ્યારે નવો બોલ શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરને થોડી મદદ કરે છે.
જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પિચ ધીમી પડી શકે છે, જે સ્પિનરને મદદરૂપ થઈ શકે છે. સાંજની મેચમાં ઝાકળ એક મોટું પરિબળ બની શકે છે, જે બીજી ઈનિંગમાં બેટિંગ કરતી ટીમને ફાયદો કરાવી શકે છે.
આંકડાઓની વાત કરીએ તો, અહીં કુલ 9 મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 5 મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમે 4 મેચ જીતી છે. આ મેદાનમાં પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 169 રન છે.
સ્ટેડિયમના આંકડા
- કુલ મેચ - 9
- પહેલા બેટિંગ કરતી વખતે જીત - 5 મેચ
- ટાર્ગેટ ચેઝ કરતી વખતે જીત - 4 મેચ
- ટોસ જીતનાર ટીમ જીતી - 5 મેચ
- ટોસ હારનાર ટીમ જીતી - 4 મેચ
- અનિર્ણિત મેચ - 0
- સૌથી વધુ વ્યક્તિગત સ્કોર - 103 - પ્રિયાંશ આર્યા (CSK સામે PBKS માટે) - 2025
- હાઈએસ્ટ ટીમ ટોટલ - 219/6 (PBKS vs CSK)
- લોએસ્ટ ટીમ ટોટલ - 95 (KKR vs PBKS)
- પહેલી ઈનિંગનો એવરેજ સ્કોર - 169
PBKS અને RCBનું IPL 2025 પ્રદર્શન
પંજાબ કિંગ્સ (PBKS) IPL 2025માં લીગ સ્ટેજ સુધી 14માંથી 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે, જ્યારે RCB પણ 14માંથી 9 મેચ જીતી છે, તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે. PBKSની ટીમ વધુ સારી નેટ રન રેટ (+ 0.372) સાથે ટોપ પર છે, જ્યારે RCBની નેટ રન રેટ પ્લસ 0.301 છે.
RCB એ તેની છેલ્લી લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 6 વિકેટથી હરાવીને ટોપ 2માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, જેમાં જીતેશ શર્માએ 85 રનની શાનદાર ઇઈનિંગ રમી હતી. તે જ સમયે, પંજાબ કિંગ્સ (PBKS) એ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ને 7 વિકેટથી હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપનું સ્થાન મેળવ્યું હતું.
હેડ ટૂ હેડ રેકોર્ડ
IPLના ઈતિહાસમાં PBKS અને RCB વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે. આમાં, PBKS એ 18 મેચ જીતી છે, જ્યારે RCB એ 17 મેચ જીતી છે.