સુરતની 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે આઠમી જૂને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાતનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતનના ત્રાસથી અંજલિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ અઠવા લાઇન્સ પોલીસે ચિંતન અગ્રાવત સામે આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

