નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ઘાટ પર 29 માર્ચથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઇ હતી, જે 27 એપ્રિલ સુધી ચાલશે. ત્યારે શનિવાર (12મી એપ્રિલ) અને રવિવાર (13મી એપ્રિલ)ની રજા હોવાથી નર્મદા પરિક્રમાના રસ્તે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. ડભોઈ, તિલકવાડાના નાકે અને રાજપીપળા તરફ બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી હતી.

