Home / Career : Important Guidelines for NEET UG 2025 exam today

Exam Tips / આજે છે NEET UG 2025ની પરીક્ષા, ઉમેદવારોએ રાખવું જોઈએ આ બાબતોનું ધ્યાન

Exam Tips / આજે છે NEET UG 2025ની પરીક્ષા, ઉમેદવારોએ રાખવું જોઈએ આ બાબતોનું ધ્યાન

આજે દેશભરમાં NEET UG પરીક્ષા યોજાવાની છે. NEET પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા એક જ શિફ્ટમાં કરવામાં આવશે. પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. આ પરીક્ષામાં લાખો ઉમેદવારો બેસશે. આ પરીક્ષા માટે ઉમેદવારો માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ પણ જારી કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ

  • ઉમેદવારોએ સમયસર તેમના પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવો જોઈએ જેથી તેમને પ્રવેશ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે.
  • ઉમેદવારોએ પોતાનું એડમિટ કાર્ડ પોતાની સાથે રાખવું પડશે. એડમિટ કાર્ડ વિના પ્રવેશ નહીં આપવામાં આવે.
  • ઉમેદવારોએ એડમિટ કાર્ડ સાથે આઈડી કાર્ડ પણ સાથે રાખવું પડશે.
  • ઉમેદવારોએ રિપોર્ટિંગ સમયથી પહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું જોઈએ, જેથી ઉમેદવારોને કોઈપણ અસુવિધા વિના યોગ્ય તપાસ માટે પૂરતો સમય મળી શકે.
  • ઉમેદવારો માટે પરીક્ષા હોલમાં પ્રવેશવાનો છેલ્લો સમય બપોરે 1:30 વાગ્યાનો છે. ઉમેદવારોએ કોઈપણ સંજોગોમાં આ સમય સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવો આવશ્યક છે.
  • ઉમેદવારોએ તપાસ દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્ટાફને સહકાર આપવો જોઈએ.
  • ઉમેદવારોએ તેમની સાથે કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો (પ્રતિબંધિત વસ્તુઓ) ન રાખવા જોઈએ.
  • પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.

પેપરનું ફોર્મેટ શું છે?

  • ફિઝીક્સ - વિભાગ A માંથી 45
  • કેમેસ્ટ્રી - વિભાગ A માંથી 45
  • બોટની- વિભાગ A થી 45
  • ઝુલોજી - વિભાગ A થી 45
  • કુલ- 180 પ્રશ્નો
Related News

Icon