આજે દેશભરમાં NEET UG પરીક્ષા યોજાવાની છે. NEET પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા એક જ શિફ્ટમાં કરવામાં આવશે. પરીક્ષા બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે. આ પરીક્ષામાં લાખો ઉમેદવારો બેસશે. આ પરીક્ષા માટે ઉમેદવારો માટે કેટલીક મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન્સ પણ જારી કરવામાં આવી છે.

