Mehul Choksi: પંજાબ નેશનલ બેંક(PNB) કૌભાંડના આરોપી Mehul Choksiની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિનંતી પર શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલ(Vijay Agrawal) કહે છે કે તેમના ક્લાયન્ટનું પ્રત્યાર્પણ સરળ નહીં હોય. PNB કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ચોક્સી 2018 થી ભાગી ગયો હતો ત્યારથી તે ભારતીય એજન્સીઓનો વોન્ટેડ છે. ઘણા કેરેબિયન દેશોમાં(Caribbean countries) રહ્યા બાદ તે તાજેતરમાં બેલ્જિયમ(Belgium) ગયો હતો. ભારતીય અધિકારીઓ તેનું પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

