- હરતાં ફરતાં
ગુજરાતીના રસોડામાં મીઠાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. માનવીને રોજ માત્ર ૦.૨ ગ્રામથી ૦.૬ ગ્રામ મીઠાની જરૂર પડે છે. આટલું મીઠું તો શાકભાજી અને ફળોમાંથી મળી રહે છે. ખોરાક રંધાય તો થોડા વધુ મીઠાની જરૂર પડે છે. આપણી કિડની રોજ માત્ર પાંચ ગ્રામ મીઠાને શરીર બહાર ફેંકી શકે છે. તેનાથી વધુ મીઠું ખવાય તો તે શરીરમાં રહે છે અને ધીરે ધીરે અનેક દર્દો પેદા કરી શકે છે. ઘણી સ્ત્રીઓ રોટલા-રોટલીમાં, ભાતમાં અને છાશમાં પણ મીઠું ઉમેરે છે. મીઠાના વધુ પડતા ઉપયોગથી કમળો, લીવરના દર્દો, માથાનો દુખાવો, અપચો, કિડની, બ્લડપ્રેશર, સાંધાનાં દુખાવો, વાળ ખરી જવા અને ચામડીનાં દર્દો થાય છે. ઘણા ડાક્ટરો કહે છે કે તમને ખૂબ પરસેવો વળે ત્યારે શરીરમાંથી ક્ષાર ઓછો થાય છે. તે ક્ષારનો પુરવઠો મીઠું ખાઈ પૂરો પાડવો જાઇઅ - આ માન્યતા સાવ ભૂલ ભરેલી છે. સાચી વાત અમ છે કે ઘણી વખત શરીરમાં વધુ પડતું મીઠું ભેગું થાય છે ત્યારે પરસેવા વાટે તે બહાર ફેકાવા કોશિશ કરે છે. આજકાલ કેટલીક વ્યક્તિઓને ખૂબ પસીનો વળે છે અને આ પસીનો ગંધાય છે. પસીનો ઓછો થાય અને ગંધાય નહીં તે માટે મીઠાનું પ્રમાણ ચોથા ભાગનું કરી નાંખવું જોઈએ. વધુ પડતા મીઠાને કિડની વાટે બહાર ફેંકવાની કોશિશ થાય પણ તમે મીઠું લીધા જ કરો અટલે પછી થાકેલી કિડનીનું કામ ચામડીએ કરવું પડે છે.

