કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી એટલે કે આજથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરવા જઇ રહી છે, જે ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઇચ્છે છે. 24 જાન્યુઆરીના રોજ, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ના વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની સત્તાવાર જાહેરાત કરી હતી. હવે આ યોજના આજથી લાગુ કરવામાં આવશે. UPS માત્ર અને માત્ર સરકારી કર્મચારીઓ માટે જ લાગુ થશે, જેઓ NPS હેઠળ નોંધાયેલા છે. સરકારી કર્મચારીઓ પાસે NPS અથવા UPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ હશે.

