ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વ્હાઈટ બોલ સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ જાન્યુઆરી 2026માં ભારતનો પ્રવાસ કરવા જઈ રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચ રમાશે. ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ 11 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાવાનો છે. તે પહેલા, ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હશે.

