
ગુજરાત: રાજ્યના વન અને પર્યાવરણ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં 14 જેટલા IFS અને 35 GFS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
સંજય કુમાર શ્રીવાસ્તવ, IFS (GJ-RR-1996), મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર, PMU-PERG, ગાંધીનગરને ગાંધીનગરના અધિક મુખ્ય વન સંરક્ષક, સંશોધન અને તાલીમ તરીકે બદલી કરવામાં આવી છે.
જી. રમના મૂર્તિ, IFS (GJ-RR-1997), સામાજિક વનીકરણ-I (NREGA), ગાંધીનગરના અધિક મુખ્ય વન સંરક્ષકને ગાંધીનગરના અધિક મુખ્ય વન સંરક્ષક, નાણાકીય વ્યવસ્થાપન અને આયોજન તરીકે બદલી કરવામાં આવી છે.