પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ડોપિંગ ટેસ્ટમાં ફેલ જવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ મંગળવારે આ માહિતી આપી. સસ્પેન્શનને કારણે પ્રમોદ ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ શકશે નહીં. પેરિસ ભગતે ટોક્યો પેરાલિમ્પિક્સ (2020) માં પુરુષોની સિંગલ્સ SL3 વર્ગની ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ કારણોસર પ્રમોદ પર મુકાયો પ્રતિબંધ
પ્રમોદ ભગતે છેલ્લા 12 મહિનામાં ત્રણ વખત પોતાના લોકેશનનો ખુલાસો કર્યો ન હતો. આવી સ્થિતિમાં તેના પર BWFના એન્ટી ડોપિંગ નિયમ 'વ્હેરઅબાઉટ'નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. 'બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એ વાતની પુષ્ટિ કરી કે ભારતના ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે પેરિસ પેરાલિમ્પિકમાં નહીં રમે.'
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.