
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પર કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સનો નિર્ણય આવ્યો છે. વાસ્તવમાં, આ નિર્ણયે વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. આ રીતે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ખાલી હાથે દેશ પરત ફરવું પડશે. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOC)ના પ્રમુખ પીટી ઉષાની પ્રતિક્રિયા સામે આવી છે. પીટી ઉષાએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં વિનેશ ફોગાટની અરજી નકારવા પર આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.
https://twitter.com/ANI/status/1823751916968665297
વાસ્તવમાં, ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ફાઈનલ પહેલા વિનેશ ફોગાટનું વજન 50 કિલોથી 100 ગ્રામ વધી ગયું હતું. જે બાદ આ ભારતીય રેસલરને ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. આ રીતે વિનેશ ફોગાટ ફાઈનલનો ભાગ બની શકી નથી. જો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સનો નિર્ણય વિનેશ ફોગાટની તરફેણમાં આવ્યો હોત તો તેને સિલ્વર મેડલ મળ્યો હોત, પરંતુ હવે આ ભારતીય કુસ્તીબાજને ખાલી હાથે દેશ પરત ફરવું પડશે.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOC) એ એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ માટે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. આનાથી માત્ર પરિણામો પર જ નહીં પરંતુ તેમની કારકિર્દી પર પણ નકારાત્મક અસર પડશે. વધુમાં કહેવાયું છે કે, આ નિર્ણય બાદ અસ્પષ્ટ નિયમો અને તેના અર્થઘટનને લઈને ગંભીર સવાલો ઉભા થાય છે.