પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે ડિસક્વોલિફાય થઈ હતી. રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે મામલે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) તારીખ પર તારીખ આપી રહી હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે તેની અપીલ ફગાવી દેવામાં આવી છે. જેના પગલે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે નહીં તે સ્પષ્ટ થઈ ગયું છે.
સીએએસે વિનેશ ફોગાટની અરજી ફગાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ પીટી ઉષાએ આ મામલે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોર્ટનો આ ચુકાદો સાંભળી તેમને ઘણું આશ્ચર્ય થયું છે. અગાઉ પીટી ઉષાએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ પણ નોંધાવ્યો હતો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.