પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમ હાલ તેના દેશમાં હીરો બની ગયો છે. પાકિસ્તાન સરકારથી લઈ સેલિબ્રિટીઝ સુધીના લોકો અરશદના વખાણી કરી રહ્યા છે અને તેને શુભેચ્છા આપી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે મંગળવારે નદીમના ઘરની મુલાકાત લીધી હતી. એથ્લીટને PKR 100 મિલિયનનો ચેક અને નવી હોન્ડા સિવિક કાર ભેટમાં આપી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કારનો નંબર PAK-92.97 હતો. જે અરશદે 92.97 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પાકિસ્તાનમાં નદીમ પર ઇનામોની વર્ષા કરવામાં આવી હતી. સિંધ સરકાર અને તેના ગવર્નરે અરશદ માટે ઈનામની રકમની જાહેરાત કરી છે. અત્યાર સુધી કરવામાં આવેલી જાહેરાતો પ્રમાણે અરશદને કુલ મળીને છ કરોડ પાકિસ્તાની રૂપિયા મળવાના છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.