
પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ સિલ્વર મેડલ મળશે કે નહીં તે અંગેની અરજી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) બે દિવસ પહેલા ફગાવી દીધી હતી. ત્યારે ભારતીય રેસલર વિનેશ ફોગાટે શુક્રવારે સોશિયલ મીડિયા પર ત્રણ પાનાનો પત્ર શેર કર્યો છે. આ સાથે મેડલ ન મળવાને લઈને પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમજ વધુમાં કહ્યું કે, કદાચ અલગ-અલગ સંજોગોમાં હું મારી જાતને 2032 સુધી રમતા જોઈ શકું છું.
વિનેશે ત્રણ પાનાનો લેટર શેર કર્યો છે. જેમાં તેણે પોતાની જર્ની વિશે વાત કરી છે. વિનેશે તેના પિતા, માતા અને પતિ સાથે તેની અત્યાર સુધીની સફરનો ઉલ્લેખ કર્યો છે. "જ્યારે હું નાની હતી ત્યારે મને ઓલિમ્પિક વિશે ખબર નહોતી. દરેક નાની છોકરીની જેમ હું પણ લાંબા વાળ રાખવા માંગતી હતી. મારા પિતા સામાન્ય બસ ડ્રાઈવર છે. તે તેની પુત્રીને વિમાનમાં ઉડતી જોવા માંગતા હતા. મેં મારા પિતાનું સપનું પૂરું કર્યું."
વિનેશને 100 ગ્રામ વજન વધુ હોવાના ફાઈનલ મેચ ના રમી શકી
વિનેશે સતત 3 મેચ જીતીને 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ફાઈનલ મેચ પહેલા ઓલિમ્પિક કમિટીએ વિનેશને 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે ગેરલાયક ઠેરવી દીધી હતી.
ગેરલાયક ઠેરવ્યા બાદ તેણે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી
ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ તેણે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. વિનેશે પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા X પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેણે કહ્યું, “મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી.” ગુડબાય રેસલિંગ 2001-2024. તમારી ક્ષમા માટે હું હંમેશા તમારા બધાની ઋણી રહીશ.” વિનેશના સાથી કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “વિનેશ તું હારી નથી, તને હરાવવામાં આવી છે, અમારા માટે તું હંમેશા વિજેતા રહીશ, તું માત્ર ભારતની દીકરી જ નથી પરંતુ ભારતનું ગૌરવ પણ છે.”
https://twitter.com/ANI/status/1824466079445553400