Home / Olympic 2024 : Paris Olympics 2024: PM Modi will meet Olympic athletes today, there is a program from tea to food?

આજે ઓલિમ્પિક એથ્લેટ્સ સાથે મુલાકાત કરશે PM મોદી, જાણો ચાથી લઈને લંચ સુધીનો કાર્યક્રમ?

આજે ઓલિમ્પિક એથ્લેટ્સ સાથે મુલાકાત કરશે PM મોદી, જાણો ચાથી લઈને લંચ સુધીનો કાર્યક્રમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2024ના રોજ એટલે કે ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ ખાસ અવસર પર પીએમ મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા 117 ખેલાડીઓની ભારતીય ટુકડીને મળશે. મેડલ વિજેતા સહિત તમામ ખેલાડીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આટલું જ નહીં સમગ્ર ભારતીય ટીમને પીએમ આવાસની મુલાકાત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લાલ કિલ્લા પર પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ પીએમ મોદી તેમના નિવાસસ્થાને તમામ ઓલિમ્પિક ખેલાડીઓને મળવાના છે. 2020 ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 2021માં કોવિડ રોગચાળાને કારણે કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય ટીમે કુલ 7 મેડલ જીત્યા હતા. તે સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઓલિમ્પિક ટુકડી સાથે ખાસ મુલાકાત કરી હતી અને ખેલાડીઓ સાથે ડિનર પણ કર્યું હતું.

શું પીએમ મોદી લંચ લેશે?

2021 દરમિયાન, પીએમ મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલા તમામ એથ્લેટ્સ સાથે રાત્રિભોજન કર્યું હતું. આ વખતે તેમનું ભાષણ પૂરું કર્યા બાદ વડાપ્રધાન 12 વાગ્યા પછી ખેલાડીઓને મળશે. આવી સ્થિતિમાં વડાપ્રધાન ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સાથે લંચ કરી શકે છે અને ચાની ચૂસકી લેતા જોવા મળી શકે છે. અગાઉ જ્યારે પીએમ મોદી એથ્લેટ્સને મળ્યા હતા ત્યારે તેમની તસવીરો ખૂબ ચર્ચાનો વિષય બની હતી. તેઓ નીરજ ચોપડા પાસેથી જેવલિન થ્રો વિશે શીખ્યા અને બધા સાથે ખૂબ હસ્યા.

પહેલા ફોન પર વાત, હવે આગળ આવીને વધારીશું મનોબળ

PM મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે મેડલ લાવનારા એથ્લેટ્સ સાથે વાત કરી છે અને તેમને શુભેચ્છા પાઠવી છે. ખાસ કરીને હોકીના દિગ્ગજ પીઆર શ્રીજેશ સાથેની તેમની વાતચીત વાયરલ થઈ હતી. શ્રીજેશ બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમનો ભાગ હતો અને હવે તે નિવૃત્ત થઈ ગયો છે. ફોન પર વાત કરતી વખતે, પ્રધાનમંત્રીએ શ્રીજેશને યાદગાર કારકિર્દી માટે અભિનંદન આપ્યા અને તેને ભારતની આગામી હોકી ટીમ તૈયાર કરવા માટે પણ વિનંતી કરી. આ સિવાય તેમણે માત્ર 21 વર્ષની ઉંમરમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અમન સેહરાવતની પ્રતિભાની ખૂબ પ્રશંસા કરી.

117 ખેલાડીઓની ભારતીય ટીમ પેરિસ પહોંચી હતી

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે શૂટિંગમાં સૌથી વધુ મેડલ જીત્યા હતા. મનુ ભાકરે શૂટિંગમાં 2 બ્રોન્ઝ જીત્યા, સરબજોત સિંહે પણ મનુ સાથે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ શેર કર્યો. સ્વપ્નિલ કુસાલેએ પણ પોતાના ઓલિમ્પિક ડેબ્યૂમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિવાય અમન સેહરાવતે કુસ્તી અને ભારતીય હોકી ટીમમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારત માટે સિલ્વર મેડલ લાવનાર નીરજ ચોપરા એકમાત્ર એથ્લેટ હતા. પીએમ મોદીએ આ તમામ ખેલાડીઓને ફોન પર અથવા સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

 

Related News

Icon