પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે ડિસક્વોલિફાય થઈ હતી. રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં તે મામલે 9 ઓગસ્ટે 3 કલાક સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, 10 ઓગસ્ટે નિર્ણયને મોકૂફ રાખ્યો હતો. ત્યારે આજે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ફરી એકવાર નિર્ણય મોકફૂ રાખ્યો છે. હવે કોર્ટનો નિર્ણય 16 ઓગસ્ટે આવશે.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને વિનેશ ફોગાટ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે વિનેશને ન્યાય અપાવવા માટે દરેક પ્રકારની કાનૂની દલીલો કરી અને તર્ક રજૂ કર્યા હતા. આ મામલે 9 ઑગસ્ટે આશરે 3 કલાક સુધી સુનાવણી પણ થઈ હતી. એનાબેલે બેનેટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.