પેરિસ ઓલિમ્પિકમાં ભારતની નજર તેના બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચ તરફ છે. ભારતીય ચાહકોની નજર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની મેચ પર ટકેલી છે. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડી આ વખતે ત્રીજો મેડલ જીતીને ઈતિહાસ રચવાનો ઈરાદો ધરાવે છે. પીવી સિંધુ મહિલા સિંગલ્સના ગ્રુપ સ્ટેજમાં માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાક સામે જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી છે. સિંધુએ પહેલી ગેમ 21-9થી જીતી હતી, જ્યારે બીજી ગેમ 21-6થી જીતી હતી. સિંધુએ આ મેચ માત્ર 27 મિનિટમાં ખતમ કરી દીધી હતી.

