ભારતની દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં તેના જોરદાર પ્રદર્શનનો પુરસ્કાર મળશે કે નહીં તે આજે નક્કી થશે. હવે એ નક્કી કરવાનો દિવસ આવી ગયો છે કે વિનેશને એ હક મળશે કે નહીં જેના માટે તે છેલ્લા 6 દિવસથી લડી રહી હતી.
100 ગ્રામ વધુ મળી આવતાં તે મેડલની રેસમાંથી થઈ હતી બહાર
વિનેશ ફોગાટ તેના ફાઈનલના દિવસે આખી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ મળી આવતાં તે મેડલની રેસમાંથી પણ બહાર ફેંકાઈ ગઈ હતી. વિનેશે તેની સામે સ્પોર્ટ્સ આર્બિટ્રેશન એટલે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. આ અંગે સુનાવણી પણ કરવામાં આવી હતી અને હવે અનેક વખત નિર્ણય મુલતવી રાખ્યા બાદ કોર્ટ 13 ઓગસ્ટ મંગળવારે અંતિમ નિર્ણય આપશે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.