
પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. પહેલગામ હુમલાનો બદલો લેવા ભારત એરસ્ટ્રાઇક કરશે તેવી ભીતીને પગલે પાકિસ્તાન સેના-એરફોર્સ એલર્ટ પર રાખ્યા છે. ભારતે સિંધુ કરાર અટકાવ્યો છે અને પાકિસ્તાનના રાજદ્વારીઓને કાઢી મૂક્યા છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા.
આતંકીઓ સાથે અથડામણમાં સેનાનો એક જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના ઉદ્યમપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ રહી છે.આ અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે.
ગુજરાતના 3 લોકોની અંતિમ યાત્રા નીકળી
પહેલગામ આતંકી હુમલામાં ગુજરાતના 3 લોકોના પણ મોત થયા હતા. ભાવનગરના બે જ્યારે સુરતના એક વ્યક્તિનું આતંકી હુમલામા મોત થયું હતું. ગુજરાતના ત્રણેય લોકોની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.