
જૈન મુનિ સાગરચંદ્ર સાગરના વાઈરલ થયેલા અભદ્ર વીડિયો મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ વીડિયોમાં કોઈ પણ પ્રકારની છેડછાડ નહીં કરવામાં આવી હોવાનો દાવો ફોરેન્સિક તપાસ બાદ કરાયો છે.
જૈન સમાજમાં ભારે રોષ
સાગરચંદ્ર સાગરે સાધ્વી સાથે વાઈરલ થયેલા અશ્લિલ ફોટા અંગે એવું નિવેદન આપ્યું હતું કે આ તમામ તસવીરો નકલી છે. જેના માટે તેઓના દ્વારા તપાસ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સરકાર માન્ય લેબમાં ફોટોની તપાસ કર્યા બાદ ફોટો ખોટા નહીં હોવાનું સામે આવ્યું છે. હવે સાગરચંદ્રના સાધુ વેશનો શક્ય તેટલી વહેલી તકે બહિષ્કાર કરીને તેમને સાંસારિક વસ્ત્રો પહેરાવી દેવા જૈન અગ્રણીઓ દ્વારા માગણી કરવામાં આવી છે.
દુષ્કર્મ-વાઈરલ થયેલા ફોટા સાચા સાબિત થયા
કેટલાક જૈન અગ્રણીઓના મતે સાગરચંદ્ર સાગરનો પહેલો રીપોર્ટ આવ્યો અને તેમણે સમાજ સમક્ષ કરેલો રીપોર્ટ જોયો ત્યારે જ શંકા થઇ કે આ રીપોર્ટ ખોટો છે. જેના કારણે ફોરેન્સિક લેબમાં તપાસ કરાવ્યો અને તે રીપોર્ટમાં સાગરચંદ્ર સાગર દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ-વાઈરલ થયેલા ફોટા સાચા સાબિત થયા છે. અમદાવાદ ખાતે જૈન મહાસંઘના ઉપપ્રમુખ જગત પરીખે જણાવ્યું કે, 'પંચમહાવ્રતનું પાલન કરનારા માટે જૈન સાધુઓનો ધર્મ ત્યાગનો હોય છે. વર્તમાન સમયમાં ક્યાંકને ક્યાંક કેટલાક સાધુઓમાં શિથિલતા આવી રહી છે.'