
આપણે એક એવા ગામ ની વાત કરીયે કે જે ગામ સરકાર ના રેવન્યુ ચોપડે છે જ નહિ . આમ છતાં 700 ની વસતી ધરાવતા આ ગામમાં ગ્રામ પંચાયત નથી જેથી ગ્રામ પંચાયત ની ચૂંટણી નથી થતી. પરંતુ આ ગામ માં લોકસભા,વિધાનસભા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી અવશ્ય થાય છે. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ છે પરંતુ ગામના લોકોને જન્મ મરણના દાખલા નથી મળતા. આવું ગામ આવેલું છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા છે.
ડેમમાં ગામ ગયુ
આજથી 40 વર્ષ પહેલા પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ગામ પાસે ત્રણ તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે સુખી ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેમના આવતા છ ગામો ધનપુર, ચૈના, મુઠાઇ, ખોસ , તેનાલિયા, અને આંબાખુટના લોકોને વિસ્તાર છોડવાના આદેશ કરવામાં આવ્યા હતાં. આંબાખુટ સિવાયના પાંચ ગામોને વસાહત બનાવીને વિસ્થાપિત કરવા આવ્યા હતાં. પરંતુ આંબાખુટ ગામના કેટલાક લોકોને એકર દીઠ 2600 તો કેટલાક લોકોને 3500 વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે ત્રણ વર્ષે ત્રણ તબક્કામાં આપવામાં આવ્યા હતાં. કેટલાક લોકોએ રકમ મેળવી તેમાં એમની જમાં પુંજી ઉમેરી એકરના 12000 ખર્ચી જમીન લીધી હતી. પરંતુ કેટલાક લોકોની આર્થિક સ્થતિ નબળી હતી. તે લોકો જમીન ન લીધી અને અહીં ઉપર વાસમાં રહેવા લાગ્યા હતાં. એ વાતને આજે વર્ષો વીતી ગયા અને આજે પણ લોકો અહી રહે છે.
સરકારી ચોપડે ગામ ડૂબાણમાં
અહિં રહેતા ગામના લોકો ગામ વિહોણા બની ગયા હતા. સરકારી ચોપડે ગામ ડૂબાણ ગયું હોય આ ગામને સરકારી હક્કો મળતા બંધ થયા. ઉપરવાસમાં જે લોકો વસી રહ્યા છે. તેઓ સરકારી જમીન પર ખેતી કરે છે. તેમને ખેતીને લગતા હક્કો મળતા બંધ થયા છે. ધનપૂર જુથ ગ્રામ પંચાયતમાંથી આ ગામ કમી થતા આ ગામના રહીશો હોવાનો હકક છીનવાઇ ગયો છે. જન્મ મરણના દાખલા મળતા બંધ થયા છે. ગામના લોકો માટે એ મુશ્કેલીનો સમય હતો. આમ છતાં ગામના લોકો અહી રહેવા લાગ્યા હતા.
સરકારી સ્કૂલ ગામમાં
નવાઈની વાત હવે એ છે કે સમય જતા અહી 1 થી 8 ધોરણની સ્કૂલ બનાવવામા આવી જેમાં આજે 120 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાલવાડી બનાવવામા આવી છે. અહિંના રહીશોને રાશન મળતું થયું છે. કેટલાક લોકોના ધરોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યું જોકે હાલમાં કેટલાક લોકોના ઘરોમા વીજ કનેક્શન આપવાનું બંધ કરવામાં આવ્યું. નવાઈની વાત એ છે કે અહીં રહેતા લોકોને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ આપવામા આવ્યું. એટલે સવાલ એ ઊભો થયા છે કે, કયા આધારે આ ગામના લોકોને આધારકાર્ડ આપવામા આવ્યા. પરંતુ દુઃખની વાત એ છે કે આ ગામના લોકોને સરકારી લાભ જેવા કે શૌચાલય, આવાસ, સરકારી સહાય, હોનારતમાં કે ખેતીમાં નુકશાનીનું વળતલ આપવામા આવતું નથી. ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે લાખોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી પણ ઉભી કરવામાં આવી છે. પરંતુ તે પણ અટકાવી દેવામા આવી છે. આ ગામ જો સરકારના ચોપડે બોલતું ન હોય તો કેમ ખોટા ખર્ચ કરીને સરકારના પૈસા વેડફવામાં આવે રહ્યા છે તે એક સવાલ ઉઠી રહ્યો છે.
ધારાસભ્ય હક મળે તેની તરફેણમાં
આ વિસ્તારનાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ માની રહ્યા છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન અહીંના લોકો કરે છે. જે વિકાસના કામો પણ તેમને આ ગામના લોકોને આપ્યા છે. જોકે એ વાત પણ ધારાસભ્ય સ્વીકારી રહ્યા છે કે, અન્ય જે વિકાસના કામ નથી થઈ રહ્યા કારણ કે, તાલુકા વિકાસ અધિકારી મંજૂરી નથી આપી રહ્યા. ધારાસભ્યનું કહેવું છે કે ડેમનું HFL છે. તેની ઉપરના વિસ્તારમાં આ લોકો રહે છે .જો ડેમ પૂર્ણ ભરાય તો પણ આ જમીન કાયમી ડુબાણમાં જવાની નથી. જે જમીન પરત આપવા માટે સરકારમાં રજૂઆત થઈ છે.પણ જે જમીન સિંચાઈ માટે સંપાદન થઈ હોય તે પરત ના અપાય તેવી હાઈકોર્ટના જજમેંટ બતાવ્યા તેમને વધુમા કહ્યું કે, તેમને ગ્રામ પંચાયતમાં મતદાનનો અધિકાર મળે તે તરફેણમાં છું. જન્મ મરણના દાખલા મળે તેવી તરફેણમાં છું. પ્રાઇવેટ જમીન પર રહેતો હોય તે જ આ દેશનો નાગરિક ગણાય એવું નથી. ઝૂપડ પટ્ટી અને સરકારી જમીન પર રહેતા હોય છે તેમને નોધણી થતી હોઇ તો ગ્રામ્ય વિસ્તારોમા નોધણી થવી જોઈએ. ધારાસભ્ય એ ગામ ના લોકો માટે લાગણી તો વ્યક્ત કરી પણ તે આ ગામ ના લોકો માટે સમસ્યા દૂર કરવા મજબૂર છે .અધિકારી ઓ પણ તેમની માંગણી ને નકારી રહ્યાં છે.
40 વર્ષથી ગામ લોકોને કરે છે વિનવણી
છેલ્લા 40 _ 40 વર્ષથી સરકારમાં અને નેતાઓને વિનવણી કરી પણ પરિણામ આજ દિન સુધી આવ્યું નથી. ગામના લોકોનું કહેવું છે કે, જ્યાં તેવો HFL એરિયાની બહાર રહે છે. તેમને અહી વસવાટ કરવા દેવામા આવે અને નજીકના વસંત ગઢ ગામ આવેલ છે. ત્યાં તેમને સમાવિષ્ટ કરવામાં આવે કે જેથી તેમને તેમનો હક્ક મળે અને સરકારી લાભ મળતો થાય. પરંતુ તેમની કોઈ વાત સાંભળતું નથી. ગામના મંદિર પર જઈ ભગવાનને વિનવણી કરી રહ્યાં છે. આવા વિચિત્ર ગામ ના લોકો પાસે તેમની સાચી ઉંમર નથી. જે તે સમયે બાળકોને જન્મ ના દાખલા વગર સ્કૂલમા દાખલા મળી જતા હતા. જેને લઇ કેટલાક બાળકો અભ્યાસ મેળવી લીધો હતો