સફળતા અને આત્મવિશ્વાસ એ એવા ગુણો છે જે દરેક માતાપિતા પોતાના બાળકમાં જોવા માંગે છે. આમ છતાં ઘણી વખત જાણીજોઈને કે અજાણતાં માતાપિતા કેટલીક નાની ભૂલો કરે છે જે તેમના બાળકોને ડરપોક અને જીવનમાં અસફળ બનાવે છે. બાળકનો ઉછેર એ માતાપિતા માટે પણ એક નવો અનુભવ છે, ખાસ કરીને જ્યારે તે તેમનું પહેલું બાળક હોય. બાળકની સાથે માતાપિતા પણ ઘણા નવા અનુભવોમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ અનુભવી વ્યક્તિ તમને પેરેન્ટિંગને લગતી કોઈ સારી સલાહ આપે અથવા પોતાનો અનુભવ તમારી સાથે શેર કરે, તો તમારી મુશ્કેલીઓ થોડી સરળ થઈ શકે છે. સુધા મૂર્તિએ તેમની સમજદાર અને સરળ પેરેન્ટિંગની ટિપ્સથી ઘણા માતા-પિતાની મુશ્કેલીઓ સરળ બનાવી છે. તેમના વિચારો આધુનિક અને પરંપરાગત મૂલ્યો વચ્ચે સંતુલન જાળવી રાખે છે. જેનો લાભ દરેક પેઢીના માતા-પિતાને મળી શકે છે.

