
ટેકનિકલ ખામીને લીધે અનેકવાર ફ્લાઇટ મોડી કે રદ કરવાની ફરજ પડતી હોય છે ત્યારે આવો જ કિસ્સો સુરત એરપોર્ટ પર બન્યો છે. સુરતથી ગોવા જતી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાતાં મુસાફરો 8 કલાક સુધી એરપોર્ટ પર અટવાયા હતા.બાદમાં સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ગોવાના મુસાફરોને બેસી રવાના કરાયા હતા.
સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટમાં ખામીને લીધે મુસાફરો 8 કલાક સુધી અટવાયા હતા. સુરત થી ગોવા જતી ફ્લાઈટમાં આ સમસ્યા સર્જાઈ હતી. જે બાદ સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં ગોવાના મુસાફરોને બેસી રવાના કરાયા હતા. વ્યવસ્થા કરવા માટે બેંગ્લોરની ફલાઈટ રાત્રે લેટ થતાં બેંગ્લોર જનારા પેસેન્જરોએ સૂરત એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. ગતરોજ સાંજે 7.45 કલાકે સુરત એરપોર્ટથી ગોવા માટેની ફ્લાઈટ હતી પણ ટેક્નિકલ ખામીને લીધે ફ્લાઇટ સુરતથી રાત્રે 2 વાગ્યાના અરસામાં મુસાફરોને લઈને રવાના થઈ હતી. સુરતથી સીધી બેંગ્લોર જતી ફલાઈટ વાયા ગોવા થઇને ગઈ અને ગોવાના પેસેન્જરોને ગોવા ઉતારવામાં આવ્યા હતા.