જમ્મુ- કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસે સુરક્ષાને લઈને કડક પગલાં લીધાં છે. પોલીસે શહેરમાં પેટ્રોલિંગ વધુ સઘન કર્યું છે, ખાસ કરીને રાત્રિના સમયે સાયરન સાથે પોલીસ વાહનો દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કર્યુ.
પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધ રહેવાની કરી અપીલ
વડોદરા પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવધ રહેવા અને તેના પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક યોજી, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા નિર્દેશ આપ્યા છે.
ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી
કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને સૂચના આપી દીધી છે. પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાન મોકલવાની ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઇ છે. જ્યારે જે હિંદુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહી આવે.